ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે AIMIMના નેતાઓ ગુજરાત પહોંચ્યા હતા. સોમવારે ઓવૈસી વંદે ભારત ટ્રેન દ્વારા સુરત જઈ રહ્યા હતા. ત્યારપછી ઓવૈસીને નિશાન બનાવીને ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો,જેના કારણે બોગીની બારીમાં તિરાડ પડી ગઈ હતી વાસ્તવમાં આ આરોપો પાર્ટીના પ્રવક્તા વારિસ પઠાણે લગાવ્યા હતા.
હવે રેલવેએ આ અંગે સ્પષ્ટતા આપી છે. બરોડા જીઆરપીના જણાવ્યા અનુસાર ટ્રેન પર કોઈ પથ્થરમારો થયો નથી. ઉલટાનું ટ્રેનની સ્પીડને કારણે કેટલાક પથ્થરો કૂદીને ટ્રેનના કાચ સાથે અથડાયા હતા જેના કારણે બારીના કાચમાં તિરાડ પડી હતી. ટ્રેનની અંદર કોઈ નુકસાન થયું નથી. વારિશ પઠાણે પોસ્ટ કરી હતી તસવીરો પાર્ટીના પ્રવક્તા વારિસ પઠાણે પણ ટ્વીટ કરીને તૂટેલા કાચની ટ્રેનની અંદરની ઘણી તસવીરો શેર કરી હતી. જે તસવીરોમાં ટ્રેનના તૂટેલા કાચ દેખાતા હતા.તે તસવીરોમાં વારિસ પઠાણ અન્ય સાથીઓ સાથે ઓવૈસીની બાજુમાં બેઠેલા જોવા મળે છે. ટ્વીટમાં વારિસે લખ્યું કે,આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી, સાબીર કાબલીવાલાની ટીમ સાથે સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
આ દરમિયાન કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેના કારણે કાચ તૂટી ગયા.આ વખતે AIMIM ઓવૈસીએ ગુજરાતની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદની પાંચ મુસ્લિમ બહુમતીવાળી બેઠકો સાથે બનાસકાંઠા જિલ્લાની અબડાસા,માંડવી,ભુજ અંજાર,ગાંધીધામ અને વડગામ,કચ્છ જિલ્લામાં પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર લડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વેજલપુર,દરિયાપુર,જમાલપુર ખાડિયા,દાણી લીમડા બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખેડબ્રહ્માની સાથે જૂનાગઢ,પંચમહાલ,ગીર સોમનાથ,ભરૂચ,સુરત,અરવલ્લી,જામનગર,આણંદ અને સુરેન્દ્ર નગરની કેટલીક બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં AIMIM ની શું સ્થિતિ છે?
ગુજરાત નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2021માં યોજાઈ હતી. ત્યારબાદ AIMIMએ પણ તેના ઘણા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. AIMIMએ આમાંથી 26 વોર્ડ જીત્યા છે. જેમાં અમદાવાદની સાત, ગોધરામાં છ, મોડાસાની નવ અને ભરૂચની એક બેઠકનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500