Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લો બોલો.....હનુમાનજી મંદિરને પણ રેલ્વે વિભાગની નોટિસ

  • November 20, 2022 

જૂનાગઢના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નવાબીકાળના ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરને રેલ્વે વિભાગ ગેરકાયદેસર ગણાવી નોટિસ આપી હતી પરંતુ મંદિરના મહંતે નોટિસ સ્વીકારી ન હતી આ બાબતને લઈ ભાવિકોમાં ભારે રોષ છે નવાબી સમયના મંદિરને રેલવે તંત્રએ દબાણની જગ્યામાં હોવાનું દર્શાવતા ભાવિકોની લાગણી દુભાય છે આ બાબત અંગે વિવાદ સર્જાયો છે ત્યાં રેલવે તંત્રએ સરદારપરામાં આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરના મહંતને પણ નોટિસ આપી દસ દિવસમાં મંદિર હટાવવા જણાવ્યું છે.




આ મંદિરની 35 વર્ષ પહેલાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થાપના કરી હતી. આ મંદિરના નામે ઈલેક્ટ્રીક બિલ પૂજારીનું પોલીસ એન ઓ એ પણ છે અચાનક રેલવે તંત્રને આ મંદિર દબાણની જગ્યામાં હોવાનું યાદ આવ્યું છે અને નોટિસ આપવામાં આવતા ભાવિકોમાં રેલ વિભાગના આ નિર્ણય સામે નારાજગી આપી છે ત્યારે આ અંગે બોર્ડ નંબર ૪ અને ૬ ના નગરસેવકે ભાવનગર ડીઆર એમને રજૂઆત કરી રેલવે હસ્તકની અનેક જગ્યા પર દબાણ છે કચરો ઠાલવવામાં આવે છે તેની જાળવણી કરવામાં આવતી નથી અને મંદિરોને નોટિસ આપવા નારાજગી વ્યક્ત કરી આ મામલે લોકોની લાગણી ન દુભાઈ તેને લઈને કાર્યવાહી કરવા માંગ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application