મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાનાં ગાંધીનગર બ્રિજ ઉતરતા સુરત તરફના જાહેર રોડ ઉપરથી સ્ટેટ મોનીટરીંગ સેલએ એક નંબર વગરની કારમાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જયારે કાર ચાલક સહીત બે’ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસ સ્ટાફના માણસો તારીખ 12/09/2023નાં રોજ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા સુરત જિલ્લાના બારડોલી બ્રિજ પાસે પાસે જાહેર માર્ગ ઉપર આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામા નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી નવાપુર મહારાષ્ટ્ર તરફથી ગાંધીનગર બ્રિજ થઈ એક મારૂતિ કંપનીની ગ્રે કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ડીઝાયર કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ પસાર થનાર છે.
જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ સુરત જિલ્લાના બારડોલી બ્રિજથી રવાના થઈ તાપી જિલ્લામાં પ્રવેશ કરી વ્યારા આર.ટી.ઓ કચેરી થઈ, માંડલ ટોલનાકા થઈ, સોનગઢ બ્રિજ થઈ ગાંધીનગર બ્રિજ પાસે આવી છુટા છવાયા વોચમાં હતા તે સમયે બાતમીવાળી કાર આવતાં જોઈ પોલીસે તેણે રોકવાની કોશિશ કરતા ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે હંકારી રોડની સાઈડમાં પાર્ક કરી કાર ચાલક અને તેની બાજુમાં બેસેલ ઈસમ ઝાડી ઝાખરાનો સહારા લઈ થઈ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂનો જથ્થો તેમજ બીયરના ટીન નાની-મોટી કુલ 432 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 62,730/- તથા નંબર વગરની કાર તેમજ કારમાંથી મળી આવેલ GJ/05/JM/6262ની નંબર પ્લેટ મળી કુલ રૂપિયા 3,62,730/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500