Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડા : જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી, રૂપિયા ૧.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

  • October 19, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં ગામની સીમમાં દાદરી ફળિયામાં ગૌચર જમીનમાં આંબલીનાં ઝાડ નીચે ખુલ્લામાં પૈસાવતી હારજીતનો જુગાર રમતા ૮ જુગારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડી કુલ રૂપિયા ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૭/૧૦/૨૦૨૪નાં રોજ રાજ્યમાં ચાલતી પ્રોહી. તથા જુગારની અંગેની રેડમાં હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાનાં ગામની સીમમાં દાદરી ફળિયામાં ગૌચર જમીનમાં આંબલીના ઝાડ નીચે ખુલ્લામાં એક ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકાનો આંક પર પૈસાવતી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.


ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી વરલી મટકાના આંક લખવા માટેની બુક, આંક લખેલ કાપલીઓ, બોલપેન, કેલ્કુલેટર, રોકડ રૂપિયા ૧૭,૩૭૦/-, મોબાઈલ ૮ નંગ, વાહન ૬, મોબએક પ્રિન્ટર અને પ્લાસ્ટિકની ૩ નંગ ખુરશીઓ મળી કુલ રૂપિયા ૧,૭૨,૧૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. મુકેશભાઈ રાઠોડની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ૮ જુગારીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


જુગાર રમતા ઝડપાયેલ ૮ જુગારીઓ...

૧.વસીમ ઉર્ફે વસુ ઈકબાલ પીંઝારા (રહે.ગંગાધરા, રેલ્વે સ્ટેશન પાસે, વૃંદાવન સોસાયટી, પલસાણા),

૨.સીરીટ જગદીશ કનોજીયા (રહે.માતા ફળિયું, બારડોલી),

૩.અંકિત ચંદ્રસિંહ ચૌધરી (રહે.ડોલવણ ગામ, જુનું પટેલ ફળિયું, જિ.તાપી),

૪.અરવિંદ ડાહ્યાભાઈ પટેલ (રહે.પાટી ગામ, કાકા ભયા ફળિયું, ડોલવણ),

૫.પીનાકિન નારણભાઈ પટેલ (રહે.પાટી ગામ, જવાહર ફળિયું, ડોલવણ),

૬.વિષ્ણુ રામછબીલા ઠાકોર (રહે.કાકડવા ગામ, શિવશક્તિ ફળિયું, ડોલવણ),

૭.ભરત ધીરુભાઈ ચૌધરી (રહે.ડોલવણ ગામ, તાડ ફળિયું),

૮.કાર્તિક અજીતભાઈ ચૌધરી (રહે.ડોલવણ ગામ, જિ.તાપી).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application