ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્ટેશન પાસેથી વિદેશી દારૂ ભરેલી કારને કબજે કરી લેવામાં આવી હતી. જો કે બુટલેગર પોલીસને જોઈ કાર મૂકી નાસી છૂટયો હતો. દારૂ અને કાર મળી રૂપિયા ૧૨.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગાંધીનગર વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી એક સફેદ કલરની કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો ભરી મોટા ચીલોડા દહેગામ થઈ અમદાવાદ રીંગરોડ બાજુ જનાર છે.
જે હકીકતના આધારે બે અલગ અલગ ટીમ બનાવી મોટા ચીલોડા સર્કલથી આગળ હિંમતનગર-અમદાવાદ હાઇવે રોડ તથા દહેગામ અમદાવાદ હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. આ દરમ્યાન બાતમી મુજબની કાર મોટા ચીલોડા સર્કલ થઈ દહેગામ-અમદાવાદ હાઇવે રોડ ઉપર દેખાઈ હતી જેના પગલે દહેગામ સ્ટેશન પાસે વાહનો રોકી ટ્રાફિક જામ કરી દેવાયો હતો. જેનાં પગલે દારૃ ભરેલી કારનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારની તપાસ કરતાં અંદરથી દારૃ ભરેલો હોવાનું જોવા મળ્યું હતું. કારને દહેગામ પોલીસ મથકે લઈ જઈ ગણતરી કરવામાં આવતાં રૂપિયા ૨.૩૩ લાખથી વધુની કિંમતની ૨૧૧૮ નંગ દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે એસએમસીએ દારૂના જથ્થા સહિત ૧૨.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application