સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક ભાટીયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો છે. આ સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલે ચારની ધરપકડ કરી છે. જ્યારે 8ને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટીયા કચોલી ગામના ખુલ્લાં ખેતરમાં વેચાણ માટે મુકેલા રૂપિયા 9,70,440/-ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં 8,424 બોટલો મળી આવી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં પકડાયેલા આરોપીઓમાં ગણેશ રવિચંદ્ર રાણા (રહે., સુરત), ધર્મેશ રવજી રાઠોડ, પિયુષ મુકેશ રાઠોડ, અને ઉકા કાલીદાસ રાઠોડ (રહે. ગામ-ભાટીયા, સચિન, સુરત)નાઓ હતા. જયારે અલ્પેશ ઉર્ફે જાડો જગદીશ રાણા જેણે મુદ્દામાલનો આદેશ આપ્યો હતો, રાજેશ કિરણ રાઠોડ, આકાશ જગુ રાઠોડ, મયુર ભરત રાઠોડ, રવજી નાથુ રાઠોડ અને અજાણ્યો મારુતિ અર્ટિગા કારનો ચાલક તથા અજાણ્યો સ્ક્રૉસ કારનો ડ્રાઈવર નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500