તાપી જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષતા હેઠળ રચાયેલ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની ટીમ, તાપી દ્વારા બાળ મજૂરી નાબુદી માટે તાપી જિલ્લામાં સુરત-ધુલિયા હાઇવે પર આવેલ તુલસી રેસ્ટોરન્ટ તથા આસપાસના વિસ્તારમાં તા.૨૫/૦૨/૨૦૨૫ નારોજ રેડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન કુલ ૦૨ તરૂણ શ્રમયોગી અને ૦૧ બાળ શ્રમયોગી મળી આવ્યા હતા. જેઓને માલિકના કબજામાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ બાળ/તરૂણ શ્રમયોગીઓ રાજસ્થાન તથા બિહાર રાજ્યના હતા. જેમને સરકારી શ્રમ અધિકારીની ક્ચેરી અને બાળ સુરક્ષા યુનિટ દ્વારા રેસ્ક્યુ કરી પુનર્વસન અર્થે ચાઇલ્ડ વેલ્ફેર કમીટી, તાપી ખાતે સોપવામાં આવ્યા છે. બાળ/તરૂણ શ્રમયોગીઓને રાખતી સંસ્થા સામે સરકારી શ્રમ અધિકારીશ્રી, તાપી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application