અલથાણ કેનાલ રોડ ઈફીનીટી હબમાં આવેલા સ્પા સેન્ટરમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા આધુનિક કુટણખાનાનો પદાફાર્શ કર્યો હતો. સ્પા સેન્ટરના સંચાલકો દ્વારા બાંગ્લાદેશની સગીરા અને પંજાબની બે યુવતીઓને સ્પામાં ગેરકાયેદ ગોંધી રાખી તેની પાસે વૈશ્યાવુતિ કરાવતા હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે સ્પાના ત્રણ સંચાલકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બપોરે અલથાણ કેનાલ રોડ ખાતે આવેલ ઈફીનીટી હબમાં દરોડો પાડ્યો હતો જેમાં સ્પાના સંચાલક અંકીત મનસુખ કથેરીયા, વિજય નાગજી પાધરા અને વિશાલ સંજય વાનખેડે (રહે, મહાદેવ મહોલ્લો આઝાદનગર રોડ) દ્વારા બાંગ્લાદેશની ૧૪ વર્ષીય સગીરા અને પંજબની ૧૯ વર્ષીય યુવતીને ગોંધી રાખી તેની પાસે વૈશ્યાવુતિનો ધંધો કરાવતા હતા,
આરોપીઓ નીતુ, મિલન, મોહસીન અને સબ્બીર આમલ નામના ઍજન્ટ મારફતે સગીરા અને યુવતી પહોચાડી હતી. પોલીસની પુછપરછમાં આરોપીઓ લોકડાઉન પહેલા સ્પાની આડમાં કુટણખાનું શરુ કયું હતુ, બાંગ્લાદેશની સગીરાને તેના ગામનો યુવક મોબાઈલ અપાવાને બહાને લઈને આવ્યા બાદ સગીરાને વેચી હોવાની શકયતા છે.
સગીરાના ગુમ થવા અંગેની બાંગ્લાદેશમાં ફરિયાદ પણ નોધાઈ છે. વધુમાં કેસની તપાસ પીઆઈ આર.ઍમ.વસૈયા કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500