રાહુલ ગાંધીને 13 એપ્રિલના રોજ હાજર રહેવાની જરુર નહીં રહે કેમ કે,એ પહેલા 10 એપ્રિલના રોજ ફરીયાદી તરફથી જવાબ રજૂ કરવામાં આવશે.વકીલો દ્વારા સજા પર સ્ટે માટે દલીલો કરાશે.
અરજી પર વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ થશે
રાહુલ ગાંઘીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. માનહાની કેસમાં 3 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વતી અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે જામીન અરજી આપવામાં આવ્યા છે ત્યારે સજા અને દોષની અરજી પર વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ થશે. સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો તે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
રાહુલ ગાંઘીને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે.
13 એપ્રિલે સજા અને દોષની સુનાવણી થશે. ત્યારે 10 એપ્રિલે જવાબ થશે રજૂ જેથી બની શકે છે કે,આ દિવસે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર ના પણ રહી શકે.રાહુલ ગાંધી ગુજરાતની સુરત કોર્ટમાં પ્રિયંકા ગાંધી સાથે અપીલ માટે પહોંચ્યા હતા. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીની સાથે જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ વતી સુરત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 2019માં કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમના નિવેદન બદલ બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે આ મામલે આજે સુનાવણી થઈ હતી જેમાં સુરત સેશન્સ કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા હતા જેથી રાહુલ ગાંધીને આ મામલે રાહત પણ મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500