છત્તીસગઢમાં થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસ તાકાત બતાવવાની તૈયારી કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે છત્તીસગઢના પ્રવાસે જશે જ્યા તેઓ બિલાસપુરમાં એક રેલી કરશે અને ત્યારબાદ ચૂંટણી સભાને સંબોધશે. આ ઉપરાંત 185 વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. છત્તીસગઢ(chhattisgarh)માં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર અઢી મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે કોંગ્રેસ(Congress) પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે અને છત્તીસગઢમાં ચૂંટણીનો ઉત્સાહ વધી ગયો છે.
કોંગ્રેસ નેતાઓની ચૂંટણીને લઈને વારંવાર મુલાકાતો થઈ રહી છે ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) ત્રીજી વખત છત્તીસગઢની મુલાકાતે પહોંચશે અને બિલાસપુરમાં એક મોટી ચૂંટણી સભાને સંબોધિત કરશે. આ સિવાય તે 524 કરોડ રૂપિયાના 185 વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરશે. રાહુલ ગાંધીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ, રાજ્ય પ્રભારી કુમારી સેલજા અને ઘણા મંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application