ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીક હોવાથી દરેક પક્ષોના રાજનેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્થા છે.ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યા છે તેવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત કરશે. કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી આગામી 10મી તારીખે ગુજરાત આવી શકે છે. આ માટે ગુજરાતના વડોદરા ખાતે એક જંગી સભાને સંબોધન કરશે.
ગુજરાતમાં કોંગ્રેસ પ્રચાર ધીમી ગતિ થઇ રહ્યો છે અને ખુબ જ સુસ્ત લાગી રહી છે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા નહીં આવે તેવો આરોપો પણ લગાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઈ છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે તો અનેક સમીકરણો બદલી શકે છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસ દ્વારા આ બાબતે વિચાર કરવામાં આવશે.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્ને નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ઓછો કરી રહ્યા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ઓવરટેક કરી દીધું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ,મનીષ સીસોદીયા જેવા નેતાઓએ પણ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે.ગુજરાતમાં આ વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પર ટક્કર આપશે. ગુજરાતમાં કોંગ્રસ દ્વારા ખુબ જ ઓછો પ્રચાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એકપણ રેલી કાઢી નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરશે. ગુજરાતમાં રાહુલ ગાંધી ચૂંટણીને લઈને પ્રવાસ કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500