કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં દોષિત જાહેર થયા બાદ સજાની સુનાવણી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવશે. પૂર્ણશ મોદી દ્વારા માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે અગાઉ કરવામાં આવેલી ટીપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે. જોકે,આ મામલે આઈપીસી કલમ 500 હેઠળ દોષિત જાહેર થતા સજાની સુનાવણી થશે.
આઈપીસી કલમ મુજબ 2 વર્ષની સજાની જોગવાઈ
આ અંતર્ગત 2 વર્ષની સજાની જોગવાઈ પણ છે. આ સજા કેસની સુનાવણી થવાની બાકી છે. કોર્ટ કાયદા મુજબ આઈપીસીની સજા હેઠળ સુનાવણી કરશે. પૂર્ણેશ મોદીના વકીલો દોષિત જાહેર થયા બાદ મહત્તમ સજાની જોગવાઈની માગ કરી શકે છે. જો કે,હવે સજા કેટલી થશે તેને લઈને સુનાવણી કરવામાં આવશે.499 અને 500 હેઠળ કેસ દાખલ થયો હતો. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો
આ પહેલાની 2020ની સુનાવણીમાં વકીલે રજૂ કરી હતી
આ દલીલછેલ્લી સુનાવણીમાં,રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવી જોઈએ. ત્યારે આ સંદર્ભે વધુ સુનાવણી માનહાની કેસ મામલે થશે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોર્ટમાં માનહાનીના કેસમાં હાજરી આપી હતી.
ટીપ્પણી કરવી પડી શકે છે ભારે
13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી. જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો.રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું.
રાહુલ ગાંધીએ રજૂ કરી આ વાત
કોઈને પણ અપમાનિ કરવાનો મારો ઈરાદો નહોતો. મારો ઈરાદો ખોટો નહોતો તેમ રાહુલ ગાંધી તરફથી જવાબ રજૂ કરાયો હતો. આ સાથે તેમણે કહ્યું કે, મારા નિવેદનથી કોઈને નુકશાન નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500