Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ રદ કરાયું

  • March 25, 2023 

 રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને 15 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા.


તેઓ કેરળના વાયનાડથી સાંસદ હતા. હવે આ મામલે કોંગ્રેસ તરફથી સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ તરફથી ભાજપ સામે તીખા પ્રહારો થઈ રહ્યા છે. દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આગામી એપ્રિલમાં વાયનાડમાં પેટા ચૂંટણી થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ચૂંટણી પંચ આ મામલે વિચારી રહ્યું છે.


રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ મોદી અટક વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ કારણે કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. જો કે કોર્ટે એક મહિના માટે સજા પર રોક લગાવી હતી.  જેનાથી તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે પરંતુ તેમની સજા પર સ્ટે મૂકાયો નહોતો. . કોર્ટે તેમને જામીન પણ આપ્યા છે. રાહુલ ગાંધી આ મામલે કોઈ ઉપાય કરે તે પહેલા જ તેમને આંચકો આપતા લોકસભા સચિવાલય તરફથી આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી હતી અને તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.


રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application