Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ સુબીર ખાતે રાગી અને તુવર મિનીકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

  • June 26, 2023 

માહિતી વિભાગ દ્વારા ડાંગ, મામલતદાર કચેરી, સુબીર ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ-૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીનાં ભાગ રૂપે જિલ્લા પંચાયત ડાંગની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ, ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને રાગી અને તુવર મિનીકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સુબીર તાલુકામાં રાગી ૭૫૦ અને તુવર ૨૬૧ કિટનું વિતરણ કરાયું હતું. નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્રારા પાક વાવણીને અનુરૂપ પાકોનું આયોજન કરવા માટે ખેડૂતોને આગ્રહ કર્યો હતો. તથા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નાના ચેકડેમ બનાવી આ સમસ્યાના નીરાકરણની પહેલ કરી હતી.



તૃણ ધન્ય પાકોના ખોરાકમાં મહત્વ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. તથા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં તૃણ ધન્ય પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તેમજ સરકાર દ્રારા ચાલતી વિવિધ યોજનાનો લાભ મેળવી સધ્ધરતા તરફ આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. પટેલે પીએમકિશાન યોજના હેઠળનાં લાભાર્થીઓને નજીકના સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયત પર જઈ બાકી e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને યોજનાકીય, પ્રાકૃતિક ખેતી, હલકા ધાન્ય ખરીફ ખેતપધ્ધતિ વિષે ખેતીવાડી, આત્માનાં અધિકારીઓ દ્રારા માર્ગદર્શન અપાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application