મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના નવા આર.ટી.ઓ. પાસેના નેશનલ હાઈવે પરથી મહારાષ્ટ્રથી બાઈકમાં છુપાવીને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસે રવિવારના રોજ બપોરના સમયે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ફરતા ફરતા સોનગઢ આર.ટી.ઓ. પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુર તરફથી એક ઈસમ બાઈકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની બાટલીઓ ભરી સોનગઢ આવે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ આર.ટી.ઓ. પાસે વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/05/FC/6186 આવતાં જોઈ બાઈક ચાલકને ઉભો રખાવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મુસ્તાક સદિક સૈયદ (રહે.ઉનાગામ, સુરત)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકમા બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 55 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો, 1 નંગ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂપિયા 24,450/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયલ દેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500