અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં કરવામાં આવતી આર.ટી.આઈ. અરજીઓ ઉપર નિયંત્રણ મુકવા એકશન પ્લાન ઘડી અમલમાં મુકવામાં આવશે. મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા એક સપ્તાહમાં આર.ટી.આઈ.એકટ હેઠળ 80 અપીલ ચલાવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આર.ટી.આઈ. હેઠળ કરવામાં આવતી અરજીઓ ઉપર નિયંત્રણ મુકવા નિર્ણય કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં તંત્રના વિવિધ વિભાગના ઉપરી અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આર.ટી.આઈ. એકટ હેઠળ કરવામાં આવેલી વિવિધ અરજદારોની 80 અપીલ ચલાવાઈ હોવાની વિગત આપતા કમિશનર ચોંકી ઉઠયા હતા.
કમિશનરે આ પરિસ્થિતિમાં જે તે વોર્ડના એસ્ટેટ ઈન્સપેકટરથી લઈ વિભાગના અન્ય અધિકારીઓ અન્ય કામગીરી કેવી રીતે કરી શકે એમ કહી એક જ અરજદાર દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવતી આર.ટી.આઈ.એકટ. હેઠળ માહિતી માંગતી અરજીઓ ઉપર બ્રેક લગાવવા એકશન પ્લાન બનાવી તેના ઉપર અમલ કરવાની તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી. અગાઉ મ્યુનિસિપલ કમિશનર સુરત ખાતે ફરજ બજાવતા હતા એ સમયે તેમણે આર.ટી.આઈ. હેઠળ કરવામાં આવતી અરજીઓ ઉપર બ્રેક લગાવવા એકશન પ્લાન અમલમાં મુકયો હતો જે સફળ રહયો હતો. બેઠકમાં અમદાવાદને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા સઘન ઝૂંબેશ કરવા પણ તાકીદ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application