Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૩૦ હજારની લાંચની માંગણી કરતા આરએફઓ અને તેનો ખાનગી વ્યક્તિ ઝડપાયો

  • May 11, 2022 

લાંચની માંગણી કરતા રાજપીપલાનો આરએફઓ પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને તેમનો એક ખાનગી વ્યક્તિ લાંચની રકમ સ્વીકારતા એસીબીના હાથે પકડાયા છે, જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર એસીબીને ફરિયાદના કરનાર ફરીયાદી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતા હોય તેઓએ નાયબ વનસંરક્ષકશ્રીની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા, જી-નર્મદા ખાતે અરજી કરેલ અને તે અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે આરએફઓ પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ નાએ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેઓની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ રૂ।.૧૫,૦૦૦/- લેખે બે અભિપ્રાયના રૂ।.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલી, પરંતુ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે ગતરોજ રાજપીપલાની ખામર ચોકડી પાસે આવેલ ગામઠી ઢાબા હોટલ પાસે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.



જેમાં આરએફઓએ ફરીયાદીને તેમના ખાનગી વ્યક્તિ નિશાર રસુલ મેરને લાંચની રકમ આપવા જણાવતા, નિશારએ લાંચના નાણાં સ્વીકારી આરએફઓને નાણાં સ્વીકાર્યા અંગેની જાણ કરી હતી. આ બનાવમાં એસીબીએ બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application