Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબમાંથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ, મેગેઝીન, કારતૂસ, બેટરી અને રિમોટ મળી આવ્યા

  • April 26, 2025 

જમ્મુ-કાશ્મીરમાં પહલગામ 22 એપ્રિલ મંગળવારે ભયાનક ઘટના બની હતી. અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હવે આતંકવાદીઓ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં મસમોટો હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટના બાદ બીએસએફ અને સ્થાનીક પોલીસ હિતની ટીમો દોડતી થઈ ગઈ છે અને પાકિસ્તાનના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યું છે. બીએસએફએ 25 એપ્રિલ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, 220 કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે.


વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત વિસ્ફોટ સામગ્રી અને હથિયારો મળી આવ્યા હતા. બીએસએફએ બંને પેકેજો જપ્ત કર્યા બાદ ઘટના અંગે અજનાલા પોલીસને પણ જાણ કરી દીધી છે. આ ગામ પાકિસ્તાન સરહદથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે. ઘટના બાદ બીએસએફ અને પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application