Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ વેસ્ટ રેલવે કોલોનીમાં આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

  • January 10, 2025 

વલસાડ વેસ્ટ રેલવે કોલોનીમાં આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરાનાર હોવાથી ઇસ્ટ રેલવે યાર્ડને વેસ્ટ રેલવે યાર્ડ સાથે જોડતો અત્યંત મહત્ત્વનો ટુ-વ્હિલર ફૂટ ઓવરબ્રિજ રેલવે તંત્ર દ્વારા તા.૧૦મી જાન્યુઆરીથી ૧૮ દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરાઈ છે. અગાઉ તા.૧૦-૧૦-૨૪થી આ ઠેકાણે આર.સી.સી. રોડની કામગીરી શરૂ કરાઇ હોવાથી ૨૮ દિવસ માટે બ્રિજ બંધ રખાયો હતો. હવે ફરી કામગીરી શરૂ કરાનાર હોવાથી ફરી આ મહત્ત્વનો ફૂટ ઓવરબ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ ૧૮ દિવસ સુધી બંધ કરી દેવાને કારણે હવે એ તમામ લોકોએ પોલીસ હેડક્વાર્ટર રોડ થઇને ધરમપુર રોડ ઓવર બ્રિજ પર થઇને વલસાડ સ્ટેશન પર તેમજ અન્ય વિસ્તારોમાં અવરજવર કરવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application