Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

RBIએ આ આઠ બેન્કો વિરુદ્વ કરી આકરી કાર્યવાહી, કેટલા રૂપિયાનો દંડ ફટકાર્યો ?

  • August 31, 2022 

ભારતીય રિઝર્વ બેન્કે આઠ સહકારી બેન્કો સામે આકરી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો છે. RBIએ નિવેદન જારી કરીને આ કાર્યવાહી અંગે જણાવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે,તમામ બેન્કોએ નિયમોનું પાલન કરવામાં દર્શાવેલી બેદરકારીને લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઇએ કહ્યું કે તેનો આ બેન્કોના ગ્રાહકોની સાથે કરવામાં આવેલી લેણ-દેણ અથવા કોઇ અન્ય સમજૂતિની યોગ્યતા પર સવાલ ઉઠાવવાનો કોઇ હેતુ નથી.



આ બેન્કોને દંડ ફટકારાયો

આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ સહકારી બેન્કને સંપત્તી વર્ગીકરણ જોગવાઇ અને આવાસ યોજનાઓ માટે નાણાકીયથી સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. નેલ્લોર કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ તેમજ કાકીનાડા કો-ઓપરેટિવ ટાઉન બેન્ક લિમિટેડ પર પણ 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રપાડા શહેરી સરકારી બેન્ક પર 1 લાખ રૂપિયા તેમજ રાષ્ટ્રીય શહેરી સહકારી બેન્ક લિમિટેડ,પ્રતાપગઢ,ઉત્તરપ્રદેશ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.તે ઉપરાંત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ કર્મચારી સહકારી બેન્ક,તમિલનાડુ પર 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓટ્ટાપલમ કો-ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ પર 5 લાખ રૂપિયા તેમજ દારુસલામ સહકારી શહેરી બેન્ક,હૈદરાબાદ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.



પહેલા પણ આરબીઆઇ કાર્યવાહી કરી ચૂક્યું છે


જણાવી દઇએ કે આ મહિનાની શરૂઆતમાં પણ રિઝર્વ બેન્કે આઠ બેન્ક પર દંડ ફટકાર્યો હતો. તેમાં છત્તીસગઢ રાજ્ય સહકારી બેન્ક,ગોવા રાજ્ય સહકારી બેન્ક,ગઢા સહકારી બેન્ક,યવતમાલ શહેરી બેન્ક,જીલ્લા સહકારી કેન્દ્રીય બેન્ક,વરુદ શહેરી સહકારી બેન્ક,ઇંદાપુર શહેરી સહકારી બેન્ક અને મહેસાણા અર્બન-કો-ઓપરેટિવ બેન્ક સામેલ છે. આ આઠ બેન્કો ઉપર 1 લાખ રૂપિયાથી લઇને 40 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application