Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકોની રિકવરી એજન્ટ પર RBIએ અપનાવ્યું કડક વલણ, આટલા વાગ્યા પછી કોલ કર્યું તો ખેર નહીં: જાણો શું છે નિયમ

  • August 14, 2022 

આરબીઆઈએ બાકી લોનના વસૂલાત કરતા એજન્ટો માટે નવી ગાઈડલાઈન જારી કરી છે, જેમાં જણાવ્યું છે કે તેઓ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી લોન લેનારાઓને ફોન કરી શકશે નહીં. RBI એ આ નોટિસ જારી કરતા જણાવ્યું હતું કે બેંકો, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs) એ ખાતરી કરવી જોઈએ કે લોનની વસૂલાત સંબંધિત તેની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે.




આરબીઆઈએ રિકવરી એજન્ટોને આપી સલાહ

આરબીઆઈએ જણાવ્યું હતું કે સલાહ આપવામાં આવે છે કે નિયમન કરાયેલ એકમોએ કડકપણે ખાતરી કરવી જોઈએ કે તેઓ અથવા તેમના એજન્ટો બાકી લોનની વસૂલાત દરમિયાન કોઈપણ રીતે લોન ધારકોને હેરાન કરવા અથવા ઉશ્કેરવાથી દૂર રહે. આ સિવાય આરબીઆઈએ લોન લેનારાઓને અજાણ્યા નંબરો પરથી કોઈપણ પ્રકારના અયોગ્ય મેસેજ, ધમકી અથવા કોલ કરવાથી બચવા પણ કહ્યું છે.સાંજે સાત કલાક પછી ફોન નહીં કરી શકાયઆરબીઆઈ મુજબ રિકવરી એજન્ટ સવારે 8 વાગ્યા પહેલા અનેસાંજે 7 વાગ્યા પછી લોન લેનારાઓને કોલ કરી શકતા નથી.આરબીઆઈ લોનની વસૂલાત સંબંધિત મુદ્દાઓ પર સમયાંતરે ગાઈડલાઈન જારી કરે છે. તેણે અગાઉ એમ પણ જણાવ્યું હતું કે નિયમનકારી સંસ્થાઓએ લોન લેનારાઓને હેરાન કે પરેશાન ન કરવા જોઈએ.RBI એ જારી કરી નવી ગાઈડલાઈન




RBIએ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી

તાજેતરના સમયમાં રિકવરી એજન્ટો દ્વારા કરવામાં આવતી અન્યાયી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને RBIએ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે આ માર્ગદર્શિકા તમામ કોમર્શિયલ બેંકો, સહકારી બેંકો, NBFCs, ARC અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે.ઉલ્લેખનીય છે કે રિકવરી એજન્ટ ગમે ત્યારે લોન લેનારને ફોન કરતા હતા અને ધાક ધમકી આપી પઠાણી વસૂલી કરતા હતા. આ બાબત આરબીઆઈના ધ્યાનમાં આવતા લાલ આંખ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application