ભારતીય રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની બે દિગ્ગજ બેંકોને દંડ ફટકાર્યો છે.RBIએ કહ્યું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન કરતા તેમને દંડ ફટકારાયો છે.
આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકને 12.19 કરોડ રૂપિયાનો અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેંકે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા દંડ ફટકારાયો છે. તો કોટક મહિન્દ્રા બેંક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે દંડ ફટકાર્યો છે.આ અગાઉ આરબીઆઈએ 17મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ,આરબીએલ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર 8.50 લાખ રુપિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રુપિયા તથા આરબીએલ બેંક પર 64 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application