Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા RBIનાં ગવર્નર શક્તિકાંત દાસને 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરાયા

  • June 14, 2023 

RBIનાં ગવર્નર શક્તિકાંત દાસને 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા દેશની સેન્ટ્રલ બેંકનાં ગવર્નરને આ સન્માન આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ બેંકિંગ એ આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જર્નલ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે, તેમણે કોવિડ મહામારી દરમિયાન ઊભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી અને ભારતની બેંકિંગ સિસ્ટમને સારી રીતે સંભાળી હતી. શક્તિકાંત દાસે રિઝર્વ બેંકનાં ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે.


હાલમાં જ તેણે બે હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વચ્ચે ફુગાવાને પહોંચી વળવામાં તેમણે ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. કોરોના મહામારીનાં સંકટ સમયે પણ તેણે અસરકારક નિર્ણયો લીધા હતા અને બેંકોને કેટલાક મહિનાઓ માટે EMIમાં છૂટ આપવાની સૂચના આપી હતી. સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડના આયોજકોનું કહેવું છે કે, ભારતમાં પડકારજનક સુધારાની સાથે RBI ગવર્નરે વિશ્વની અગ્રણી પેમેન્ટ ઈનોવેશન સિસ્ટમનું પણ નેતૃત્વ કર્યું હતું. આ સિવાય મુશ્કેલ સમયમાં ભારતને આગળ લાવીને તેની આર્થિક વ્યવસ્થા પણ સંભાળી હતી.


RBI ગવર્નરે મુશ્કેલ સુધારાઓને મજબૂતીથી આગળ ધપાવી હતી અને સાથે તેમણે દેશની આર્થિક વ્યવસ્થાને જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને દેશને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યો હતો. પ્રકાશન દ્વારા આ એવોર્ડ માટે માર્ચ 2023માં શક્તિકાંત દાસના નામની ભલામણ કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક પડકારો, ક્રૂડ ઓઈલની અછત જેવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને ભારતની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવાના તેમના કાર્ય માટે તેઓ આ એવોર્ડ માટે પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યા હતા. વૈશ્વિક રાજકીય દબાણ વચ્ચે તેમના નેતૃત્વમાં ફુગાવાને અંકુશમાં લેવાના પ્રયાસોને વેગ મળ્યો, જેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા હતા. RBIએ દેશની મધ્યસ્થ બેંક તરીકે તેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી હતી અને તેનો શ્રેય RBIનાં ગવર્નરને જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application