Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેટ મોનીટરીંગ સેલના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ? તાપી જિલ્લામાં ધાર્મિક યંત્રની આડમાં ધમધમી રહ્યા છે જુગારધામ

  • July 10, 2024 

તાપી જિલ્લામાં બાળકોથી માંડી આાધેડ સુધીનો મોટો વર્ગ જુગાર રમવાના રવાડે ચડી ગયો છે.પૈસા અને સમયની બરબાદી કરતી આવી ધાર્મિક યંત્ર જેવી રમતો કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને સામાન્ય માણસોના મનમાં સવાલો પણ પેદા થયા છે.

દારૂના એકલ દોકલ કેસ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલને આ જુગારધામ નજરે પડતું કેમ નથી ?? તે એક મોટો પ્રશ્નાર્થ છે

એટલું જ નહીં ધાર્મિક યંત્રની આડમાં ચાલતી આ જુગારની રમત હવે મોબાઈલમાં કોઈપણ જગ્યાએ જુદા જુદા બેસીને પણ જુગાર રમી શકાતો હોવાથી આ દુષણને ડામવું તાપી જિલ્લા પોલીસ માટે મોટો પડકાર છે.ત્યારે તાપી જિલ્લામાં આંટો ફેરો મારવા આવતી અને દારૂના એકલ દોકલ કેસ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલના જાંબાઝ અને પ્રમાણિક અધિકરીઓ અને તેમની ટીમને ધાર્મિક યંત્રની આડમાં ધમધમતું જુગારધામ નજરે પડતું કેમ નથી ?? તે એક મોટો પ્રશ્નાર્થ છે.

ઓનલાઈન હજારો-લાખો રૃપિયાના વ્યવહારો

આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાલોડ તાલુકાના બાજીપુરામાં એક દુકાન ભાડે રાખી તેમાં ઘણા સમયથી ધાર્મિક યંત્રની આડમાં જુગાર ધમધમી રહ્યો છે.ધાર્મિક યંત્રની આડમાં પૈસાની હાર-જીત થાય છે.આ જુગારની હાર-જીતના કારણે તરૃણ વયના બાળકો અને યુવાધન પર તેની માઠી માનસિક અસર પડે છે.જિલ્લાના બૌદ્ધિક વર્ગમાં આ દુષણ ચિંતાનું કારણ બન્યું છે.તેમજ એક-બીજી એપ્લિકેશનો જોડીને ઓનલાઈન હજારો-લાખો રૃપિયાના વ્યવહારો થઈ રહ્યા છે.

 10 ગણા રૂપીયા રોકડા તેમજ ઓનલાઈન આપવામાં આવે છે

ખાસ કરીને વાલોડના બાજીપુરા સહીત ગ્રામ્ય વિસ્તારમાં હજારો બાળકો તથા યુવાનો આ જુગારના રવાડે ચડી ગયા છે. અહીં દુકાનમાં રાખવામાં આવેલ LED ટીવી સ્ક્રીન પર અલગ અલગ યંત્રોના ફોટો બતાવવામાં આવે છે જેને 1 થી 10 ના ક્રમ આપવામાં આવે છે.જેમાં જે આંકડો જાહેર કરવામાં આવે છે.જેમાં જેટલા રૂપીયા લગાડવામાં આવેલ હોય તેના બદલામાં 10 ગણા રૂપીયા રોકડા તેમજ ઓનલાઈન આપવામાં આવે છે અને જેને આંક ન લાગે તે ગ્રાહકને પૈસા હારી જતો હોય છે.

આપણે ત્યાં જુગાર પર પ્રતિબંધ છે.તહેવારોના સમયે મનોરંજન માટે પણ પરંપરાગત જુગાર રમવાની છૂટ નથી.

અલબત,આ દુષણને કેવી રીતે રોકવું તેનો કોઈ સીધો કે સરળ ઉપાય હાલ તો તાપી જિલ્લા પોલીસને સુઝતો નથી, પણ ટેકનોલોજીના સમયમાં આ બાબત અશક્ય કે અઘરી નથી. આપણે ત્યાં જુગાર પર પ્રતિબંધ છે.તહેવારોના સમયે મનોરંજન માટે પણ પરંપરાગત જુગાર રમવાની છૂટ નથી.ત્યારે તાપી જિલ્લામાં વ્યાપકપણે રમાતો ધાર્મિક યંત્રની આડમાં રમાતો જુગાર બંધ કરાવવા સ્ટેટ મોનીટરીંગ સેલ સહીત સાઈબર ક્રાઈમ વિભાગ સક્રીય થાય તે જરૂરી બન્યું છે.


આપના વિસ્તારમાં દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસરની પ્રવૃતિઓ ચલ્તિઓ ચાલતી હોય તો અત્યારે જ તાપીમિત્રના મોબાઈલ નંબર 7820092500 પર જાણ કરી શકો છે 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News