સુરતમાં આજે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો થયો હતો અને આ ઘટનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે તે ખુલ્લી પડી હતી. આ બનાવ ત્યારે બન્યો હતો જયારે એડવોકેટ મેહુલ બોઘરા ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો વિડિઓ ઉતારતા પોલીસના કોઈ મળીતીયાએ તેને લાકડી વડે ફટકાર્યો હતો જેને લીધે તેને ઇજા પહોંચી હતી. આ ઘટના સુરતના સરથાણા-લસકાણા રોડ પર આવેલા બીઆરટીએસ નજીક વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થયો હતો.
સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણા સામે છેલ્લા ઘણા સમયથી ખાસ ઝુંબેશ ચલાવતા વકીલ મેહુલ બોઘરા આજે સવારે 11:00 વાગ્યાની આસપાસ જયારે તે પોલીસ કે તેમના મળતિયાઓ દ્વારા થઈ રહેલા ગેરકાયદે ઉઘરાણાએ લોકો સમક્ષ ખુલ્લા પાડવા સ્થળ પર પહોંચીને તેના સોસીયલ મીડીયમ પર વિડિઓ ઉતારીને લાઈવ કરતા હતા તે દરમિયાન જ ઉઘરાણા કરતા તત્વોએ બેફામ રીતે વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કર્યો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાનું છડેચોકે ઉલંઘન તેમજ ગુનાખોરી અને અવાર તત્વોનો ત્રાસની ઘટના વધી ગઈ છે શહેરમાં જાણે કોઈની પણ બીક ન હોય તેમ દિવસે ને દિવસે આવી ઘટનાનું પ્રમાણ વધી રહ્યુ છે.
સુરતમાં ક્યારેક હત્યા થાય છે તો કેટલીક વાર ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવે છે.અસામાજિક તત્વોનો આતંક ખુબ જ વધી ગયો છે. આ શહેરમાં સામાન્ય વ્યક્તિને ડરી ડરીને રહેવું પડે છે અને અવાર તત્વો કે અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઇ ડર જ ન રહ્યો હોય તેમ ગુનાખોરી કરવા માટે બેફામ બન્યા છે.વિડિઓમાં આ ઘટના જોઇ શકાય છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક વ્યક્તિ રિક્ષામાંથી દંડો લઇને હુમલો કરવા માટે દોડે છે. વીડિયો ઉતારતા જોઇને રોષે ભરાયેલો આ યુવક છુટ્ટી લાકડીએ ફટકારે છે.
આ ઘટનાને પગલે મેહુલ બોઘરા ઇજાગ્રસ્ત થતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ઘટના અંગે મેહુલ બોઘરાએ જણાવ્યું હતુ કે સુરત શહેરમાં હપ્તા ઉઘરાવતા હોવાથી જાગૃત નાગરિક તરીકે જનતા પીડાઇ રહી છે અને પોલીસ હપ્તા ઉઘરાવવાનુ બંધ કરી દો તેમ કહેતા આ વાતનો ખાર રાખીને મને વિડિઓ ઉતારતા રોકવામાં આવ્યો અને ત્યારબાદ તેણે મારાપર જીવલેણ હુમલો કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500