Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિરોધ વચ્ચે પુરશોત્તમ રૂપાલાનો રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરુ

  • April 01, 2024 

ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. પરંતુ ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે. જેને લઈને હવે અનુસુચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતુ કે, જે કાર્યક્રમમાં તેમનાથી બોલવામાં જીપ લપસી હતી એ એ કાર્યક્રમ કંઈ કામનો નહોતો. તેમણે કહ્યું કે રાજકોટનો જે કાર્યક્રમ હતો તે અનાયોજિત કાર્યક્રમ હતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાનાં ભજન માટે ગયા હતા. પરંતુ એમાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.


પરસોત્તમ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા વંથલીના સામાજિક કાર્યકર અજય કુમાર નાનજીભાઈ વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇને ઉદ્દેશી લેખિત ફરિયાદ અરજી આપી છે. અરજીમાં જણાવ્યું હતું કે, 29 માર્ચના રોજ ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની માફી માગવાના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ તેમના વક્તવ્ય દરમિયાન ‘જે તે કાર્યક્રમ ( કે જે સમાજમાં કાર્યક્રમ હતો) તેના કોઈ કામનો ન હતો અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા’ તેવું બોલ્યા હતા. તેઓએ દલિતોનું અપમાન કર્યું છે. રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી’ આ પણ નર્યું જુઠાણું છે.


દલિતોના કાર્યક્રમને ફાલતુ કહીને દલિતોનું અપમાન કર્યું હોય જેથી તેના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટરની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી અને ફરિયાદ અરજીની નકલ પોલીસ અધિક્ષકને પણ મોકલી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ વધતાં પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘર બહાર પોલીસ ગોઠવાઈ છે. એસપી સહિતના અધિકારીનું રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે. હાલ વિરોધને પગલે રૂપાલાની સાથે અને ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની જરૂર પડી છે. ક્ષત્રિયોના વિરોધના પગલે સુરક્ષા-વ્યવસ્થા વધારાઈ છે. 


વિરોધ અને વિવાદ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ ધ લો પોઇન્ટ એસોસીએટના ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપી હતી. જોકે, ક્ષત્રિય સમાજના વિવાદ મામલે રૂપાલાએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. રૂપાલાના રાજપૂત અને ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન મામલે હજુ સુધી સમાધાન થયુ નથી.  ગઈકાલે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના પૂતળા દહનનો મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રદ્યુમ્ન નગર પોલીસ મથકે પહોંચ્યા હતા. ગઈકાલે ક્ષત્રિય સમાજના 3 આગેવાનોની અટકાયત કરવા મામલે ક્ષત્રિય આગેવાનોએ યુવાનોને છોડાવવા પ્રયત્નો કર્યા. ભારે કલમ હેઠળ ગુનો નોંધતા ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે.


પદ્મિનીબા વાળાએ કહ્યું કે, એક સરખા ગુનામાં પોલીસની બેધારી નીતિ આવી સામે છે. જૂનાગઢમાં કેશોદના કોયલાણા ખાતે રૂપાલાની નનામી કાઢી પૂતળાદહન કરવામાં આવ્યું હતું. કેશોદ પોલીસે IPC 188 અંતર્ગત ગુનો નોંધ્યો છે. રાજકોટનાં રેલનગરમાં પૂતળા દહનનો કાર્યક્રમ યોજતા ભારે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ગુનાહિત કાવતરું રચવું, રાયોટિંગ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application