તાપી જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે પરિસ્થતિ ગંભીર થઈ છે. જેને લઈને તાપી જિલ્લાના આબાપાણી ગામ પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પૂર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
તાપી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના નદી પટાના ગામો પ્રભાવિત થયા હતા.જેમાં વરસાદના કારણે જે નદી કિનારાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા સાથે હાલ વરસાદે વિરામ લેતાં નદીનાં પાણી ઓસરવાની સાથે નુકસાની દ્રશ્યો સામે આવી રહ્યા છે.
પૂરેપૂરા ખેતરો હાલ પાણીમાં ગરકાવ થયા હતા. જે ખેડૂતોએ પકવેલો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જે નદી કિનારાના જે ખેતરો છે તેમાં 150 થી વધુ હેક્ટરમાં નદીના પાણી ભરવાના સાથે પાકો ધોવાઈ ગયા હતા. જેમાં શેરડી, ડાંગર જેવા પાકો તો સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ જવાની સાથે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાની થઈ હતી.હાલની વાત કરે તો હાલ પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે જહેમત કરી રહ્યા છે. લોકોએ સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500