અડાજણની બજાજ ફાઇનાન્સ કંપનીના એફ.ઓ.એસે લોન ધારકના ડોક્યુમેન્ટ્સના આધારે આઇ ફોન 14 અને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે એલ.ઇ.ડી ટી.વી ખરીદી કુલ રૂ. 1,49,800 ની છેતરપિંડી કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાઈ છે.
સુરતમાં અડાજણના યુનિવર્સલ બીઝનેશ હબમાં આવેલી બજાજ ફાઇનાન્સ કંપનીના રીસ્ક મેનેજર આનંદ રોહીત સાયકાલવાલા (ઉ.વ. 29 રહે. જોગાણી નગર, જ્યોતિન્દ્ર દવે ગાર્ડન સામે, અડાજણ) એ કંપનીના એફ.ઓ.એસ (ફેસ ઓફ સેલ્સ) ચીરાગ રાકેશ સોલંકી (ઉ.વ. રહે. શાંતીકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. બજાજ ફાઇનાન્સ તરફથી અડાજણના ક્રોમા સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી એફ.ઓ.એસ તરીકે કામ કરતા ચીરાગે ત 20 ફેબ્રુઆરીએ ક્રોમા સેન્ટરમાંથી તરૂણ પંચાલ નામના વ્યક્તિએ આઇ ફોન 14 પ્લસ કિંમત રૂ. 86,897 નો ખરીદયો હતો. જેના રૂ. 37,328 ડેબિટ કાર્ડથી અને રૂ. 50 હજારની બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી.
તરૂણે બે દિવસ બાદ બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન ચેક કરતા તેમાં રૂ. 74,900 ની લોન બતાવતી હોવાથી ચોંકી ગયા હતા અને તુરંત જ ચીરાગનો સંર્પક કર્યો હતો. ચીરાગે કંપનીમાં કમ્પેલઇન કરવાનું કહી મેઇલ કર્યો હતો અને 45 દિવસમાં સોલ્યુશન આવશે એવું કહ્યું હતું. જો કે આ અંગે કંપની દ્વારા તપાસ કરતા તરૂણના ડોક્યુમેન્ટ્સના આધારે રૂ. 74,900 ની અને કુમાર જીતેન્દ્ર નામના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી તેના આધારે સોની કંપનીનું રૂ. 85,490 ની કિંમતનું એલ.ઇ.ડી ટી.વી ખરીદી કરી બારોબાર વેચી દઇ વિશ્વાસઘાત કર્યાની કબૂલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500