Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Punishment : વ્યારામાં છેડતી-અપહરણ કરવાના પ્રયાસમાં 2 યુવકોને 10 વર્ષની સજા

  • April 14, 2023 

વ્યારામાં મહિલાની છેડતી કરી ઊંચકી લઈ અપહરણ કરવાના પ્રયાસ કરી રોમિયોગીરી કરનાર આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 30,000 નો દંડ તથા મદદગારી કરનાર આરોપીને 5 વર્ષની સખત કેદ તથા રૂપિયા 9000 નો દંડ ફરમાવતો હુકમ તાપીની કોર્ટે કર્યો હતો.


વ્યારા તાલુકાના બેડકુવાદૂર ગામના આમલી ફળિયાના રાહુલ ઉર્ફે બંટી શૈલેષભાઈ ચૌધરી દ્વારા એક મહિલાનો સને 2020 જાન્યુઆરીથી પીછો કરી તારીખ 22/3/2021ના રોજ સવારે 10:00 કલાકના આરસામાં મહિલા પાનવાડી ખાતે આવેલા તાપી જિલ્લા સેવા સદનના 10 નંબરના બ્લોક પાસે આવેલા પાર્કિંગમાં મોપેડ પાર્ક કરતી હતી તે દરમિયાન એક સફેદ કલરની fortuner ફોરવીલમાં આવેલા રાહુલ ચૌધરી તથા ગણેશ ગામીત રહે,ચાંપાવાડી નાઓએ ગાડી થોભાવી જેમાંથી ઉતરેલા રાહુલે મહિલાની પાસે પાછળથી જઈ છેડતી કરી તથા આજે તો તને લઈ જવાનો છું કહી પકડી ખેંચી અપહરણ કરવાની કોશિશ કરી હતી.



આ ઘટના અંગે મહિલાએ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે કેસ તાપી જિલ્લાની એડિશનલ સેશન જજની કોર્ટમાં ચાલી જતા ગુરુવારે સરકારી વકીલ એસ.બી.પંચોલીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા સખત કેદની સજા તથા દંડ ફરમાવતા હુકમ કર્યા હતા.

આરોપી રાહુલ ચૌધરીએ રોમિયોગીરી કરી મહિલા સાથે અપમાન્ય કૃત્ય આચરેલું હોય આરોપી રાહુલ શૈલેષ ચૌધરીને આઈપીસી કલમ 366 તથા 511 હેઠળ 4 વર્ષની સખત કેદ તથા રૂપિયા 20,000 નો દંડ અને દંડના ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા, આઈપીસી કલમ 354 એ(2)ની જોગવાઈ મુજબ 3 વર્ષની સખત કેદ તથા રૂપિયા 5,000 નો દંડ અને દંડના ભરે તો વધુ 1 વર્ષ સાદી કેદની સજા તથા આઈપીસી કલમ 354-ડી ના ગુના માટે 3 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ અને દંડની રકમ ન ભરે 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.


ગુનામાં મદદગારી કરનાર આરોપી ગણેશભાઈ ગામીતને આઇપીસી કલમ 366,511,114 હેઠળ 3 વર્ષની સખત કેદ તથા રૂપિયા 5,000 નો દંડ તથા દંડની રકમ ન ભરે તો 6 માસની સાદી કેદ તેમજ ipc કલમ 354 એ(2), 114 ની જોગવાઈ મુજબ 1 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 2000 નો દંડ અને દંડના ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તેમજ આઇપીસી કલમ 354 ડી,114 ના ગુના માટે 1 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 2000 દંડ અને દંડની રકમના ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ એડિશનલ સેસન્સ જજે એ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News