Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Punishment : સગીરાને ડરાવી દુષ્કર્મ કરનારાને યુવકને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા

  • April 27, 2022 

અમદાવાદના વટવા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 15 વર્ષીય સગીરાને ડરાવી દુષ્કર્મ ગુજારનારા આરોપીને પોક્સો કોર્ટે જીવે ત્યાં સુધીની કેદની સજા ફટકારી છે. સજા ફટકારતા પોક્સો કોર્ટના સ્પેશિયલ જજે નોંધ્યું છે કે, માતા-પિતા બાળકોને પાડોશમાં મોકલતા પણ ગભરાય તેવો બનાવ છે. સ્ત્રી સાથે ન્યાય કરવાનો હેતુ હોવાથી આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરવામાં આવે છે.


જેમાં વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી પ્રદીપ મહેન્દ્રભાઇ પરમાર ઉર્ફે લાલો (ઉ.વ.30) તેના વિસ્તારમાં ગત તા. 08/05/2020નાં રોજ ફરી રહ્યો હતો. આ સમય લોકડાઉનનો હોવાથી તેનાં જ વિસ્તારની સગીરને તે જોઇ ગયો હતો અને પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેને નિર્જન ધાબા પર લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આ કેસની ટ્રાયલ શરૂ થતાં પોલીસ તરફથી સરકારી વકીલે ધારદાર દલીલ કરી હતી કે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલાં પુરાવાઓ અને સાક્ષી છે. તેથી સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડક સજા થવી જરૂરી છે. જેથી આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application