રિંગરો઼ડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૧માં દુકાન ધરાવતા સાળા બનેવી પાસેથી મહારાષ્ટ્રના પુણે, મધ્યપ્રદેશ અને વલસાડના વેપારીઓએ કુલ રૂપિયા ૭.૧૧ લાખનો લેહંગા ચોળીનો માગ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ધમકી આપી હતી.
પરવત પાટીયા માધવબાગ વ્રજભુમી હાઉસીંગ સોસાયટીમાં રહેતા સુભાષ સુરેશકુમાર અગ્રવાલ (ઉ.વ.૪૩) રિંગરોડ મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટ-૧માં લાડો ક્રિઍશનના નામે જયારે તેના સાળા ભરત અગ્રવાલ રૂદ્રા ડિઝાઈનરના નામે દુકાન ધરાવે છે. સાળા બનેવીઓ પાસેથી ગત તા ૨૯ માર્ચ ૨૦૧૯ થી ૨૭ ફેબ્રઆરી ૨૦૨૦ના સમયગાળામાં સ્વદેશકુમાર અગ્રવાલ (શ્રીજી સિલ્કના પ્રોપરાઈટર, મુખરજી ક્લોથ માર્કેટ મેઈન રોડ બેહરાગઢ એમ.પી), જયેશ દોલત પટેલ (ગણપતી સારીઝના પ્રોપરાઈટર, એમ.જી.રોડ વલસાડ), આરતી રાજીવકુમાર શર્મા (કુમકુમ ટેક્ષટાઈલ્સ માર્ટેના પ્રોપરાઈટર, પ્રિયંકાનગરી પુણે નાગર રોડ વાધોલી પુણે મહારાષ્ટ્ર) અને પિયુષ (શુંભાગી શોપીના પ્રોપરાઈટર, સંગુનચોક પીંપરી પુણે મહારાષ્ટ્ર)એ કુલ રૂપિયા ૭,૧૧,૫૭૨નો લેહંગા ચોળીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી આપતા સાળા બનેવી દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા ઉશ્કેરાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500