રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે બારડોલી ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૧૬,૭૦૦/- દંડ વસુલ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફીસરશ્રી ડૉ.અનિલ પટેલ અને એપીડેમિક મેડીકલ ઓફીસરશ્રી ડૉ. કૌશિક મહેતાના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી COTPA-2003 એક્ટના સઘન અમલીકરણના ભાગ રુપે દંડનીય કાર્યવાહી, જિલ્લા કક્ષાની સ્ક્વૉડટીમ ટીમ એપીડેમિક મેડીકલ ઓફીસરશ્રી ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સીલર શ્રી કીર્તીરાજ સોલંકી, ડી એસ આઇ શ્રી હસમુખ રાણા, તાલુકા આરોગ્ય કચેરી-બારડોલીની ટીમ અને પી.આઈશ્રી. વી.એન.ગાગીયા, પો.કો. યતીન ચૌધરી પો.કો. કાનકસિંહ સરવૈયા બારડોલી પોલીસના સહકારથી કરવામા આવી.
આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડટીમ ટીમ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ અને નિયમાનુસાર તમાકુ વેચાણ કરતી દુકાન પર લગાવવાના નિયત માપ પ્રમાણે સુચના-બોર્ડ લગાવવાની સુચનાઓ આપવામા આવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500