રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી જાહેર અને ખાનગી મિલ્કતોનો પરવાનગી વગર ઉપયોગ નહિં કરવા તાકીદ કરી છે.
આચારસંહિતા મુજબ ચૂંટણી સમયે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો કે સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર, પોસ્ટર, નોટીસ લગાવવા, સૂત્રો લખવા, જાહેર મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય તેવા દિશાસૂચક સાઇનબોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસિંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો પરવાનગી સિવાય માલ મિલ્કતોનો ઉપયોગ કરી બગાડ નહિં કરવા માટે તાકીદ કરી છે. આ હુકમ તા. ૨૪-૧૨-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500