સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ પખવાડીયા અંર્તગત નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકનાં ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ગામોમાં ડોર ટુ ડોર મુલાકાત લઇ પર્સનલ સંવાદ તથા સ્વચ્છતા સપથ થકી સ્વચ્છતા પ્રત્યે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ના પ્રચાર−પ્રસારનાં ભાગરૂપે ગ્રામજનોને સ્વચ્છતા બાબતે રાખવાની તકેદારી, સુકો અને ભીનો કચરો જુદો−જુદો રાખવા જાગૃત કરવા તથા ગામના જાહેર સ્થળોની જાળવણી સંદર્ભે પાયાની જાણકારી આપવામાં આવી.
ઉપરાંત ગામોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત નિર્માણ થયેલ વ્યકિતગત સોકપીટ અને કંપોસ્ટ પીટ વપરાશ કરવા માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા. નવસારી જિલ્લામા હાલ ચાલી રહેલ સક્ષમ યુવિકા અભિયાન અંતર્ગત નવસારી અને ચીખલી તાલુકાની પ્રાથમિક કન્યા શાળાઓમાં સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવી અને સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ના મુખ્ય વિષયો પર સરળ ભાષામાં ઓડિયો વિઝ્યુલ માધ્યમ થકી કન્યાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application