માહિતી વિભાગ દ્વારા ડાંગ, ગુજરાત રાજ્ય વન વિભાગ રાજ્યમા સાતત્યપૂર્ણ વિકાસ હાંસલ કરવા સુસજ્જ પર્યાવરણ અને વનીકરણ વ્યવસ્થાપન-સંચાલન કરવા માટે સજ્જ છે. સાથે જ જનભાગીદારી તેમજ હીતધારકોને સહભાગી બનાવી બહુમૂલ્ય જંગલો અને વન્યજીવનનું રક્ષણ કરવા માટે વન વિભાગ સતત કાર્યશીલ રહે છે. વન વિભાગ જંગલોના રક્ષણ ઉંપરાત જન કલ્યાણકારી યોજનાઓ પણ ધરાવે છે. ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે. ડાંગ જિલ્લામા ઉત્તર અને દક્ષિણ આમ બે ડિવિઝન આવેલા છે. આ બન્ને વિભાગ દ્વારા વનીકરણ સાથે લોક ઉપયોગી યોજનાઓથી લોકો આર્થીક રીતના પગભર બને તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી તેનો લોકોને લાભ આપવામા આવેલ છે.
વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ રોજગારલક્ષી યોજનાઓ જેમા વાડી યોજના, ક્લસ્ટર વિકાસ યોજના, વન લક્ષ્મી યોજના, માલિકી યોજના, વન અધિકાર ધારો, વન સંરક્ષણ ધારો, કાચબા સંવર્ધન કેન્દ્ર, ટાઇગર સફારી પાર્ક સહીત બોડા ડુંગરોને વન આચ્છાદિત કરવા માટેના વાવેતર વગરેનો સમાવેશ થાય છે. ગત ફેબ્રુઆરી મહિને ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમાં વન વિભાગની ‘ક્લસ્ટર યોજના' અંતર્ગત 1915 ખેડૂત લાભાર્થીઓને પતરા, થાંભલા, સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ, કિસાન કીટ, આંબા કલમના લાભાર્થીઓને ટાંકી, પાઇપ, ફેરણા કીટ, મશરૂમ કીટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ઉત્તર વન વિભાગ દ્વારા વર્ષ-2023-24ના થતા વાવેતરો માટે ખાતાકીય નર્સરી અને વન મહોત્સવ ઉજવણી અર્થે વાંસ રોપા, સાગી રોપા, સાગી સ્ટમ્પ તેમજ ઇતર રોપાઓના કુલ 20 લાખ જેટલા રોપાઓ ઉછેરવામા આવેલ છે. તેમજ વનોના વ્યવ્થાપન અને વિકાસની યોજનોઓ હેઠળ વાવેતરની કામગીરીમા કુલ વર્ષ 2022થી 24 દરર્મયાન 34.43 લાખ રોપા વાવેતરની કામગીરી કરવામા આવે છે. વન વિભાગની માલિકી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વર્ષ 2018થી 23 સુધી કુલ 1169 લાભાર્થીઓને કુલ 51.96 કરોડ રૂપીયાની ચુકવણી કરવામા આવી છે.
તેમજ દક્ષિણ વન વિભાગ દ્વારા કુલ 2457 લાભાર્થીઓને 56.51 રૂપીયાની ચુકવણી કરવામા આવેલ છે. વન લક્ષ્મી યોજના હેઠળ ઉત્તર વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરર્મયાન 54 જેએફએમસી મંડળીને કુલ 659.12 લાખ રૂપીયાનો લાભ આપવામા આવેલ છે. જ્યારે દક્ષિણ વન વિભાગ દ્વારા 33 જેએફએમસી મંડળીને કુલ 367.57 રૂપીયાનો લાભ આપવામા આવેલ છે. કોટવાળીયા સ્કીમ યોજના હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ડાંગના ગરીબ આદિવાસીઓને ઘર આંગણે રોજગારી મળી રહે તેમજ ડાંગના સ્થાનિક લોકો દ્વારા વાંસમાંથી બનાવેલ ચીજવસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવામા આવે છે.
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ યોજના હેઠળ સને 2017-18 થી સને 2021-22 સુધી કુલ 80 ગામોને આવરી લીધેલ છે, જેમા આર્થિક રીતે નબળા વર્ગના કુંટુંબોને ધ્યાને રાખી આર્થિક વિકાસ અને આજીવિકા વૃધ્ધી થાય જેના માટે આ યોજના હેઠળ કામગીરી કરવામા આવે છે. અત્યાર સુધી 3236 લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામા આવ્યો છે. તેમજ વાડી યોજના અંતર્ગત વન વિસ્તારની આજુબાજુ રહેતા વનવાસીઓના આજીવિકા સુધારવાની કામગીરી સહભાગી વન વ્યવસ્થા સમિતી જેવા લોક સંગઠનો દ્રારા કામગીરી થઇ રહેલ છે.
આ યોજના દ્વારા લોકોને આર્થીક તેમજ સામાજીક વિકાસ થતા તેઓની વન વ્યવસ્થામા સક્રિય ભાગીદારીમા વધારો થતો જોવા મળે છે. આ યોજનાનો હેતુ વનની આજુબાજુ રહેતા અને વન ઉપર નિર્ભર લોકોને આવક વૃધ્ધી કરી સ્વનિર્ભર કરી વન ઉપરનુ ભારણ ધટાડવાનુ છે. તેમના થકી વનોનુ વિકાસ થાય ખેડુતો પોતાના ખેતરમા ફળાઉ રોપાનો ઉછેર કરી તેમાંથી આવક મેળવી સ્વનિર્ભર બને, સ્થળાતંર ઘટે તેના પ્રયાસો કરવામા આવી રહેલ છે.
આ યોજના અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષ દર્મયાન કુલ 1526 લાભાર્થીઓને લાભ આપવામા આવેલ છે. વન અધિકાર ધારાની કલમ-3(2)ની 13 માળખાકીય સુવિધા હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગના કુલ 98 દરખાસ્ત મંજુર કરી 42.092 હેક્ટર જમીન વિકાસના કામો માટે મંજુર કરવામા આવેલ છે. આમ વનોના જતન સંવર્ધન માટે સતત કાર્યશીલ વન વિભાગ દ્વારા વનો અને વન વિસ્તારમા વસતા લોકો માટે અનેકવિધ કાર્યક્રમોનુ અમલી કરવામા આવી રહ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500