Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જન સેવા એ જ પ્રભુ સેવા : તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા તથા લાયન્સ કલબ ચીખલી દ્વારા હાથ ધરાઈ સેવાકિય પ્રવૃત્તિ

  • August 23, 2023 

દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર સેવાની ધૂણી ધખાવી, જરૂરિયાતમંદો સુધી વિવિધ સાધન સહાય પહોંચાડતા, વાસુરણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ દ્વારા, લાયન્સ કલબ-ચીખલીના સહયોગથી તાજેતરમાં 'મેગા સેવા પ્રોજેકટ' યોજાઈ ગયો. સંસ્થાપક હેતલ દીદી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ સેવાયજ્ઞ દરમિયાન વાસુરણા સહિત આસપાસના આઠ ગામોના સર્વે આધારિત પસંદ કરાયેલા ૧૦૮ જેટલા અશક્ત વૃદ્ધ વડીલો, વિધુર અને વિધવા, તથા દિવ્યાંગ વ્યક્તિઓને અનાજની કીટ તથા છત્રીનું વિતરણ કરાયું હતું.



પ્રોજેકટ ચેરમેન લા.ડો.શરદભાઈ પટેલ-ચીખલીના માર્ગદર્શન હેઠળ, દાતાઓના સહયોગથી વાસુરણા ખાતે આયોજિત આ 'મેગા સેવા પ્રોજેકટ' દરમિયાન ભદરપાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ૮૦૦ જેટલી નોટબુક પણ શાળાના પ્રિન્સિપાલશ્રી ડો.કિશોરભાઈ પટેલને અર્પણ કરવામાં આવી હતી. હેતલ દીદીના સાન્નિધ્યમાં યોજાયેલા આ સેવાકાર્યમાં મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.દિપકભાઇ પખાલે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે ૨૧ જેટલા વૃક્ષોનું વાવેતર પણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application