Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિવાસી વિસ્તારોમાં ઘેરાં પ્રત્યાઘાત, ધારાસભ્ય ચૈતર વસાવા સામેની પોલીસ ફરિયાદને પગલે રાજપિપળા બંધનું એલાન આપીને સરકાર સામે મોરચો

  • November 05, 2023 

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની એકતરફી જાહેરાત કરીને વિવાદ ઊભો કરનારા રાજ્યના આદિવાસી વિસ્તારના એક માત્ર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે બે વનકર્મીઓને ધમકાવવા સહિતના આરોપ સાથે તાજેતરમાં ફરિયાદ નોંધતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે. વસાવા સામેની પોલીસ ફરિયાદને પગલે રાજપિપળા બંધનું એલાન આપીને સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે.


નર્મદા જિલ્લાના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ગત ૨૯મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ વન વિભાગના વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણની સાથે જંગલની જમીનમાં ખેડાણ દૂર કરવામાં આવ્યું હતું.


જંગલની જમીન પર ખેતીને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા હટાવવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોનું ઉપરાણું લઈને દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવી ધમકાવ્યા હતા. ૩૦મી ઓક્ટોબરના સાંજે કર્મચારીઓ ધારાસભ્યના ઘરે પહોંચ્યા ત્યારે તેમની ચૈતર વસાવાની સાથે બોલાચાલી થઇ હતી. ધારાસભ્યએ તેમની સાથે મારપીટ કરીને ધમકાવ્યા હોવાના આક્ષેપ થયા છે.એ સાથે જ ખેડૂતોને પૈસા આપવા માટે જણાવ્યું અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. આ ઉપરાંત ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application