Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 3 સામે કાર્યવાહી

  • May 21, 2021 

સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 3 દુકાનદારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ગુરુવારે બપોરના અરસામાં ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા 3 કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

કોની – કોની સામે કરાઈ કાર્યવાહી........?

ભૂરીવેલ બજારમાં રોડ બાજુમાં આવેલ શેરડીના રસની દુકાન પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન હતું. આ બનાવમાં ચંદુભાઈ કિશનભાઈ ગામીત રહે, બરડીપાડા ફળિયું, ગુણસદા ગામ-સોનગઢ નાની સામે કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

ભૂરીવેલના ત્રણ રસ્તા પાસે રસ્તાની બાજુમાં આવેલ ટોપી-પટ્ટાની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. તેઓ વચ્ચે સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં પ્રકાશભાઈ ઢોડુભાઈ સોનવણે રહે, મસ્જીદ કોલોની, પાથરડા ગામ-સોનગઢ નાની સામે કાર્યવાહી કરાઈ હતી.

 

 

 

 

જીઇબી ગેટની સામે રોડની બાજુમાં આવેલ શાકભાજીની દુકાન ઉપર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે દુકાનદાર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર જોવા મળ્યું ન હતું.આ બનાવમાં મિતલબેન નરેશભાઈ ગામીત રહે, નિશાળ ફળિયું,ચચરબુંદા ગામ-ઉચ્છલ, નાની સામે કાર્યવાહી કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application