Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરિણીત મહિલાને લગ્નનું વચન IPCની કલમ 376 હેઠળ બળાત્કારનાં કેસનો આધાર ન હોઈ શકે : કેરળ હાઈકોર્ટ

  • November 25, 2022 

કેરળ હાઈકોર્ટે તાજેતરમાં, 25 વર્ષીય પુરુષ સામેનાં બળાત્કારના કેસને રદબાતલ કરતાં જણાવ્યું હતું કે, પહેલેથી જ પરિણીત મહિલા સાથે લગ્ન કરવાનું પુરુષનું વચન ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 હેઠળ બળાત્કારની જોગવાઈઓને આકર્ષિત કરશે નહીં. જસ્ટિસ કૌસર ઈદાપ્પાગથની બેન્ચે તા.22 નવેમ્બરે કોલ્લમના પુનાલૂરના રહેવાસી 25 વર્ષીય ટીનો થનકાચન વિરુદ્ધ કલમ 376 (બળાત્કાર), 417 (છેતરપિંડી) અને 493 (છેતરપિંડી) હેઠળ નોંધાયેલા બળાત્કારનાં કેસને રદ કરતી વખતે આ અવલોકન કર્યું હતું.



જોકે ફરિયાદ પક્ષના કેસમાં જણાવાયું હતું કે, થનકાચને લગ્નનું ખોટું વચન આપ્યા પછી, એક મહિલાનું જાતીય શોષણ કર્યું, પરિણીત પરંતુ પતિથી અલગ રહી અનેક પ્રસંગોએ બળાત્કારનો ગુનો કર્યો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, પીડિતાએ સ્વેચ્છાએ તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો "તે સારી રીતે જાણતી હતી કે તે અરજદાર સાથે કાયદેસરના લગ્નમાં પ્રવેશી શકે નહીં, કારણ કે તે એક પરિણીત મહિલા છે. આરોપી દ્વારા પરિણીત મહિલાને એવું વચન આપવામાં આવ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરી શકે છે તે વચન છે જે કાયદામાં લાગુ પડતું નથી.



આવો અમલ ન કરી શકાય તેવું અને ગેરકાયદેસર વચન IPCની કલમ 376 હેઠળ કાર્યવાહીનો આધાર બની શકે નહીં. અહીં, લગ્ન કરવાના વચનનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે પીડિતા એક પરિણીત મહિલા છે અને તે જાણતી હતી કે અરજદાર સાથે કાયદાકીય રીતે લગ્ન શક્ય નથી. આથી,  IPCની કલમ 376નાં મૂળભૂત ઘટકો લાગુ પડતા નથી. IPCની કલમ 417 અને 493નાં ઘટકોને આકર્ષવા માટે રેકોર્ડ પર પણ કંઈ નથી. છેતરપિંડીના ગુનાને આકર્ષવા માટે કોઈ ઘટકો નથી," ન્યાયાધીશે કહ્યું.




આરોપી અને પીડિતા ઓસ્ટ્રેલિયામાં ફેસબુક દ્વારા મળ્યા હતા અને તેમના સંબંધો પ્રેમ પ્રકરણમાં વિકસ્યા હતા અને તેઓએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. જોકે, લગ્ન થયા ન હતા. અરજીમાં પ્રતિવાદી તરીકે સૂચિબદ્ધ મહિલાના જણાવ્યા અનુસાર, તેણે અરજદારે આપેલા વચન પર શારીરિક સંબંધ માટે સંમતિ આપી હતી કે તે તેની સાથે લગ્ન કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application