Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર લદાયા પ્રતિબંધ

  • November 30, 2021 

રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ આગામી ચૂંટણીના પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુકયો છે.


જે અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક બાદ કરી શકાશે નહિ. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સંબંધિત વિસ્તારની સલામતિ વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન પર લગાડેલા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિં. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિં. તદઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે. સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૦૮:૦૦ કલાક પહેલા અને રાતના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિં. આ હુકમ ૨૪/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application