Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં પરવાનગી વગર સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ

  • January 28, 2021 

તા.28/02/2021ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલમાં આવતા તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડીને અનધિકૃત સભા સરઘસ ઉપર પ્રતિબંધ મુકયો છે.

 

 

 

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિએ તા.26/01/૨૦21 થી તા.06/03/2021ના સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઇ સભા બોલાવવી નહિં કે સરઘસ કાઢવું નહિં. કોઇ પણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. ઉમેદવાર ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણી પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહિં. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઇ જવું નહિં કે ખલેલ પહોંચાડવી નહિં. ચૂંટણી સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ, બેનર્સ, કે કટ આઉટ રાખી શકાશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પુરા પાડેલા સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહિં.

 

 

 

આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી.બસમાં, રેલવેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુદ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહિં. સક્ષમ અધિકારીએ આપેલ સભા/સરઘસની પરવાનગીથી યોજાતા સભા/સરઘસમાં જતી, ભાગ લેતી વ્યકતિઓને લાગુ પડશે નહિં. આ હુકમ તા. 26/01/2021થી તા. 06/03/૨૦21 સુધીમાં અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.(સાંકેતિક ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application