હાલમાં કોરોના મહામારીના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સુરત શહેરમાં યોજાતા ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર વિસ્તારમાં તા.૨૩/૦૨/૨૦૨૩ સુધી ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application