ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.૨૯/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ થી બપોરે ૧૨-૦૦ કલાક દરમિયાન જુનીયર કલાર્ક (વહીવટી/હિસાબ) સંવર્ગની જગ્યાઓ પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે એ માટે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારીના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ લઇ જવા ઉપર, લાઉડ સ્પીકર વગાડવા, અવાજ મોટો કરવાનું નહિ.
તેમજ કોઇ યંત્ર વગાડવા, પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા, સ્માર્ટ વોચ લઇ જવા તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૨૯/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમિયાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500