માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલો ઘણા જુના અને નબળા હોઈ, આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે.વલવી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામા અનુસાર તાપી જિલ્લા કાર્યપાલક ઈજનેરશ્રી, (મા.મ.) સ્ટેટ વિભાગ દ્વારા જણાવ્યાનુસાર ઉકત પુલો નબળાં હોવાથી તેના પર ભારેથી અતિભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે. જેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે સત્તાની રૂએ શ્રીઆર.જે વલવી, અધિક જિલ્લા માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરવામાં આવ્યો છે.
જેથી ભારેથી અતિભારે વાહનોના અવર-જવર માટે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં સોનગઢથી માંડવી જવા માટે સોનગઢ થી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઇ.-૫૩ (૧૯.૦૦ કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ (૨૭.૦૦ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.૦૭-૦૧-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500