Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CUET(UG)-૨૦૨૩ પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

  • May 23, 2023 

CUET (UG)-૨૦૨૩ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૦૨/૦૬/૨૦૨૩ અને તા.૦૫-૦૬/૦૬/૨૦૨૩ ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ  શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્ર, જી.આઇ.ડી.સી., એન્જીનીયરીંગ કોલેજ, અબ્રામા, જલાલપોરની બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ લઇ જવા ઉપર તેમજ લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર આગામી તા.૦૨/૦૬/૨૦૨૩ અને તા.૦૫-૦૬/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૧૩૫ હેઠળ  શિક્ષાને પાત્ર ગણાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application