Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ પોલીસ સ્ટેશનનો પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી રવિ ઉર્ફે રવીન્દ્ર ગામીત ઝડપાયો

  • August 07, 2024 



મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૭/૦૮/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢના એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી રવિ ઉર્ફે રવીન્દ્રભાઈ જયંતિલાલ ગામીત (ઉ.વ.૨૬., રહે.ખાંજર ગામ, બંધારી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News