Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહી. ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

  • July 29, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામભાઈ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રેમભાઈ રામચંદ્ર મોટવાણી (ઉ.વ.૪૫., રહે.આનંદ મંગલ સોસાયટી, રામ નગર પાછળ, રાંદેર, સુરત)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application