Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના અંધાત્રી ગામેથી પ્રોહી લીસ્ટેડ બુટલેગર ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપાયો

  • October 11, 2023 

વાલોડના અંધાત્રી ગામેથી પ્રોહી લીસ્ટેડ બુટલેગરને ઈંગ્લીશદારૂ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં વાલોડ પોલીસને સફળતા મળી છે.


મળતી માહિતી મુજબ વાલોડ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો આજરોજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલોડ તાલુકાના અંધાત્રી ગામના ધામણીયા ફળીયામાં રહેતો પ્રોહી લીસ્ટેડ બુટલેગર યોગેશભાઈ કેશવભાઈ પટેલના ઘરે રેડ કરવામાં આવી હતી.રેડ દરમ્યાન બુટલેગરે ઘરના પાછળના ભાગે વેચાણ માટે સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૯૬ જેની કિંમત રૂપિયા કુલ ૭૨૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે પ્રોહી લીસ્ટેડ બુટલેગર યોગેશભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલ અકુલાસભાઈની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application