Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના સિંગી પુલ ફળિયા ખાતેથી પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી અનીલ ઢોડિયા ઝડપાયો

  • August 07, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાના સિંગી પુલ ફળિયા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૭/૦૮/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ તથા અ.પો.કો. સુનીલભાઈ ખુશાલભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વ્યારાના સિંગી પુલ ફળિયા ખાતેથી સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી અનીલ વિનોદભાઈ ઢોડિયા (ઉ.વ.૩૬., રહે.વ્યારા, સિંગી ફળિયું, વ્યારા, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News