નવસારી એસ.ઓ.જી.નાં પી.આઈ.પી.એ.આર્યનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે સમયે બાતમી મળી હતી કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઈન્દ્રજીત પાસવાન તેના GIDCના ઘરે હાજર છે. જેના આધારે પોલીસ ટીમને આરોપી ઈન્દ્રજીત ઉર્ફે બાવો સુરેશભાઈ પાસવાન (ઉ.વ.૧૯,રહે.ઈન્દીરાનગર, GIDC,નવસારી)ને તેના ઘરેથી ઝડપી પાડી તેનો કબ્જો નવસારી રૂરલ પોલીસને સોંપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application